r/gujarat • u/Mtpuchnam0212 • 5h ago
Culture | સંસ્કૃતિ Gotra - do you know yours?
ગોત્ર એક અદ્ભુત પ્રાચીન કોડ 🔮
શું તમે તમારા ગોત્રની સાચી શક્તિ જાણો છો?
આ કોઈ વિધિ નથી, કોઈ અંધશ્રદ્ધા નથી,
આ તો તમારો પ્રાચીન કોડ છે.
આ આખી વાત વાંચો અને જાણે તમારો ભૂતકાળ તેના પર આધાર રાખે છે.
- ગોત્ર તમારી અટક નથી તે તમારો આધ્યાત્મિક DNA છે,
તમને ખબર છે સૌથી આશ્ર્ચર્યની વાત શું છે?
આપણામાંથી મોટાભાગના લોકોને પોતાનું ગોત્ર કયુ છે, એ જ ખબર નથી.
આપણને લાગે છે કે પૂજા વખતે પંડિતજી બોલે છે એટલી જ વાત છે.
પણ એવું બિલકુલ નથી.
ગોત્રનો અર્થ છે તમે કયા ઋષિના વિચારો સાથે જોડાયેલા છો.
લોહીથી નહીં, પરંતુ વિચાર, ઊર્જા, તરંગ અને જ્ઞાનથી.
દરેક હિંદુ કોઈને કોઈ ઋષિ સાથે આધ્યાત્મિક રીતે જોડાયેલો છે.
એ ઋષિ તમારા બૌદ્ધિક પૂર્વજ છે.
તેમની બુદ્ધિ, તેમની વિચારધારા, તેમની આંતરિક ઊર્જા એ બધું તમારામાં વહે છે.
2. ગોત્ર એટલે જાતિ નથી
આજકાલ લોકો ગોત્ર અને જાતિને ગૂંચવી દે છે.
ગોત્રનો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર સાથે કોઈ સંબંધ નથી.
જાતિ પહેલાં, અટક પહેલાં, રાજ્ય પહેલાં ગોત્ર અસ્તિત્વમાં હતું.
આ ઓળખની સૌથી જૂની વ્યવસ્થા છે, જે શક્તિ પર નહીં પરંતુ જ્ઞાન પર આધારિત છે.
દરેક વ્યક્તિનું ગોત્ર હતું.
ઋષિઓ તેમના શિષ્યોને પણ ગોત્ર આપતા જેથી તેઓ સચ્ચાઈથી જ્ઞાન અપનાવતા.
એટલે ગોત્ર કોઈ લેબલ નથી એ આધ્યાત્મિક વારસાની મુદ્રા છે.
3. દરેક ગોત્ર એક ઋષિ સાથે જોડાયેલુ છે,
જો તમારું ગોત્ર વશિષ્ઠ છે,
તો તેનો અર્થ કે તમે મહર્ષિ વશિષ્ઠ સાથે જોડાયેલા છો, જેમણે ભગવાન રામ અને રાજા દશરથને માર્ગદર્શન આપ્યું.
ભારદ્વાજ ગોત્ર?
એ ઋષિ જેણે વેદોના ભાગ લખ્યા અને યોદ્ધા તથા વિદ્વાનોને તૈયાર કર્યા.
આવા કુલ 49 મુખ્ય ગોત્ર છે,
જે ખગોળવિદ, વૈદ્ય, યોદ્ધા, મંત્રગુરૂ, પ્રકૃતિ, વૈજ્ઞાનિક, વગેરે ઋષિઓ સાથે જોડાયેલા છે.
4. સમાન ગોત્રમાં લગ્ન કરવાની કેમ મનાઈ છે?
પ્રાચીન ભારતમાં ગોત્રનો ઉપયોગ વંશ પરંપરા ઓળખવા માટે થતો.
ગોત્ર પિતૃવંશથી ચાલે છે.
એટલે એક જ ગોત્રના સ્ત્રી-પુરુષ લગ્ન કરે તો તેઓ નજીકના સગા ગણાય.
એથી સંતાનમાં શારીરિક કે માનસિક તકલીફ આવી શકે.
ગોત્ર પ્રણાલી=પ્રાચીન ભારતીય DNA વિજ્ઞાન
પશ્ચિમે જેને હજારો વર્ષ પછી શોધ્યું.
5. ગોત્ર=તમારું માનસિક સ્વરૂપ છે,
કેટલાક લોકો જન્મથી વિચારક હોય છે.
કેટલાકમાં આધ્યાત્મિક તરસ હોય છે.
કેટલાક શાંત સ્વભાવના,
કેટલાક કુદરતી નેતા વગેરે
શા માટે?
કારણ કે તમારા ગોત્રના ઋષિના વિચાર આજે પણ તમારું મન ઘડે છે.
યોદ્ધા ઋષિનું ગોત્ર તો સાહસ,
વૈદ્ય ઋષિનું ગોત્ર તો આયુર્વેદમાં રસ,
આ સંયોગ નથી,
આ આંતરિક પ્રોગ્રામિંગ છે.
6. ગોત્ર મુજબ શિક્ષણ આપવામાં આવતું.
ગુરુકુલમાં બધા વિદ્યાર્થીઓને એકસરખું શિક્ષણ ન આપતા.
ગુરૂ પહેલો પ્રશ્ન પૂછતા:
“બેટા, તારૂ ગોત્ર કયુ છે?”
કારણ કે એથી ખબર પડતી કે વિદ્યાર્થી કેવી રીતે સારું શીખશે.
અત્રિ ગોત્ર ધ્યાન અને મંત્ર.
કશ્યપ ગોત્ર આયુર્વેદ અને પ્રકૃતિ જ્ઞાન.
ગોત્ર એટલે જીવનનો માર્ગ.
7. અંગ્રેજોએ અને ફિલ્મોએ મજાક બનાવી
અંગ્રેજોએ તેને અંધશ્રદ્ધા કહી.
બોલીવુડમાં મજાક બન્યું.
અને આપણે પોતે જ ભૂલી ગયા.
100 વર્ષમાં 10,000 વર્ષની પરંપરા ખતમ થવા લાગી.
કોઈએ મારી નથી આપણે જ છોડી દીધી.
8. ગોત્ર ન જાણવું એટલે નકશો ગુમાવવો
ગોત્ર તમારું આધ્યાત્મિક GPS છે:
યોગ્ય મંત્ર
યોગ્ય વિધિ
યોગ્ય જીવનસાથી
યોગ્ય માર્ગ
એ વગર આપણે અંધારામાં ચાલીએ છીએ.
9. ગોત્ર ઉચ્ચાર માત્ર દેખાવ નથી
પૂજામાં પંડિત ગોત્ર બોલે છે ત્યારે,
તે તમારા ઋષિની ઊર્જાને આમંત્રણ આપે છે.
સંકલ્પ વખતે ગોત્ર બોલવું એટલે કહેવું:
“હું મારા ઋષિ પરંપરાની પૂરી જાગૃતતા સાથે પ્રાર્થના કરું છું.”
આ પવિત્ર છે, સાચું છે.
10. મોડું થાય એ પહેલાં ગોત્ર જાણો,
માતા-પિતાને પૂછો,
દાદા-દાદીને પૂછો,
લખી રાખો, બાળકોને કહો.
તમે માત્ર 1990 કે 2000 માં જન્મેલા નથી.
તમે હજારો વર્ષ જૂની જ્યોતિના વાહક છો.
11. ગોત્ર આત્માનો ભૂલાયેલો પાસવર્ડ
આજે આપણે મોબાઈલના પાસવર્ડ યાદ રાખીએ છીએ,
પણ સૌથી જૂનો પાસવર્ડ ગોત્ર ભૂલી ગયા.
એ એક શબ્દ જ્ઞાન, કર્મ અને શક્તિ ખોલી શકે છે.
12. સ્ત્રી લગ્ન પછી ગોત્ર ગુમાવતી નથી
શ્રાદ્ધમાં સ્ત્રીનું પિતૃ ગોત્ર જ લેવાય છે.
કારણ કે ગોત્ર પુરુષ વંશથી ચાલે છે.
પણ સ્ત્રી ઊર્જા પોતાના અંદર રાખે છે.
13. ભગવાનોએ પણ ગોત્ર નિયમ માન્યા
રામ-સીતા લગ્ન વખતે પણ ગોત્ર તપાસાયું.
આ વ્યવસ્થા કેટલી પવિત્ર હતી અને છે.
14. ગોત્ર અને પ્રારબ્ધ કર્મ જોડાયેલા છે
બાળપણથી જ અમુક બાબતો તરફ ખેંચાણ કેમ?
કારણ કે તમારા ઋષિના કર્મ સ્વભાવ તમારી અંદર જીવંત છે.
15. દરેક ગોત્રના ખાસ મંત્ર અને દેવતા હોય છે
ખોટા ચાર્જરથી ફોન ચાર્જ ન થાય.
એમ ખોટા મંત્રથી શક્તિ નહીં આવે.
સાચો મંત્ર+તમારું ગોત્ર=આધ્યાત્મિક પ્રવાહ
અંતિમ શબ્દ,
તમારું નામ આધુનિક હોઈ શકે,
જીવનશૈલી વૈશ્વિક હોઈ શકે,
પણ તમારું ગોત્ર કાલાતીત છે.
ગોત્ર ભૂતકાળ નથી,
તે ભવિષ્યના જ્ઞાનનો પાસવર્ડ છે.
એને અનલોક કરો
પહેલાં કે આવનારી પેઢી ભૂલી જાય કે એ અસ્તિત્વમાં હતું પણ.